સમાજની સ્થાપના વિશે ....

૭૫ વર્ષ પહેલા એટલે કે ઇ.સ ૧૯૪૪ (સવંત ૨૦૦૦) ના વર્ષમાં આપણા સમાજના ઉત્સાહી, દીર્ઘદ્ષ્ટા, સેવાભાવી, કાર્યદક્ષ, એવા સેવાના ભેખઘારી વડીલો એકઠાં થયા અને સમાજનું સર્જન થયુ.

સ્વ. હિરાચંદ નેમચંદ શાહ, શ્રી ત્રિભોવનદાસ ગુલાબચંદ શાહ, શ્રી જગજીવનદાસ લક્ષ્મીચંદ બાવીસી, શ્રી ચિમનલાલ ચતુદાસ મહેતા, શ્રી વાડીલાલ લહેરચંદ શાહ તથા કાંતિલાલ ચીમનલાલ કોલસાવાળાના અથાગ પ્રયત્નો વડે જ્ઞાતિના ભાઇઓમાં ભાતૃભાવ કેળવાય, પરસ્પર સહયોગથી સહાયભુત થવાય, એકબીજાના સંપર્કમાં રહેવાય અને એકબીજાને સુખ-દુ:ખમાં ઉપયોગી થવાય એ ભાવનાને ફળીભૂત કરવા ઘેર ઘેર ફરીને ઝાલાવાડના રહીશોને સભ્યો બનાવવા અથાગ પ્રયત્નો કર્યા અને માત્ર ૮૦ સભ્યોની સંખ્યાથી આ સમાજની શરૂઆત થવા પામી પ્રથમ પ્રમુખ શેઠ શ્રી છોટાલાલ જમનાદાસ થયા. સવંત ૨૦૦૦ ની સાલમાં ૮૦ સભ્યો નોંઘાયા અને લવાજમ અને ભેટ મળીને આખાયે વર્ષ દરમ્યાન માત્ર રૂ ૨૮૮/- એકઠા કરવામાં આવેલ લવાજમ ઉઘરાવવા કાર્યકર્તાઓ જાતે ચાલીને કે સાઇકલ ઉપર ઘેર ઘેર લવાજમ અને ભેટની રકમો સભ્યો પાસે થી મેળવતા હતા. ક્રમે ક્રમે સભ્યોની સંખ્યામાં સારા પ્રમાણમાં વઘતી રહી.

સમાજના નામનું અર્થઘટન :

આપણી સંસ્થાના નામમાં જે ‘ઝાલાવાડ’ જે વિસ્તાર આવે છે એનો અર્થ સમજવા જેવો છે. અત્યારે જે વિસ્તાર સુરેન્દ્રનગર જિલ્લા તરીકે ઓળખાય છે અને ઇ.સ ૧૯૬૦ પૂર્વે ‘ઝાલાવાડ જિલ્લા’ તરીકે ઓળખાતો હતો. આ જિલ્લામાં આઝાદી પૂર્વે ઘ્રાંગઘ્રાં, લીંબડી, વઢવાણ, સાયલા અને ચૂડાનાં નાના – મોટા દેશી રાજયો હતા. જયા ઝાલા વંશના રાજાઓ રાજય કરતા હતા. ઝાલાવંશરના શાસનને લીઘે આ વિસ્તારને ‘ઝાલાવાડ’ તરીક ઓળખાતો હતો.

મૂર્તિપૂજક એટલે મૂર્તિપૂજામાં માનનારા જૈનો સ્થાનકવાસી સંપ્રદાયની સ્થાપના પછી ગુજરાતમાં મૂર્તિપૂજક ( દેરાવાસી ) અને સ્થાનકવાસી એવા બે વિભાગો પડ્યા છે. આમ મૂળ ઝાલાવાડના વતની હોય અને મૂર્તિપૂજક એટલે દેરાવાસી હોય અને અમદાવાદમાં વસતા હોય તે સમાજના સભ્યો બની શકે છે તેવો નિર્ણય કરવામાં આવ્યો.

સભ્ય સંખ્યા : 2551

પ્રવૃતિ – ફોટો ગેલેરી


  • Portfolio name

    તપસ્વીઓનુ બહુમાન

  • Portfolio name

    તેજસ્વી વિદ્યાર્થીઓનું બહુમાન

  • Portfolio name

    નોટબુક – ચોપડા વિત્તરણ

  • Portfolio name

    સમૂહલગ્ન

  • Portfolio name

    મેરેજ બ્યુરો

  • Portfolio name

    મેડિકલ કેમ્પ

  • Portfolio name

    વડીલ વંદના

  • Portfolio name

    અન્ય વિવિઘ પ્રવૃતિઓ