સમાજ દ્વારા કરવામાં આવતી વિવિઘ પ્રવૃતિઓ

(૧) તપસ્વીઓનુ બહુમાન

તપસ્વીઓનુ બહુમાન

(ર) તેજસ્વી વિદ્યાર્થીઓનું બહુમાન :

તેજસ્વી વિદ્યાર્થી અભિવાદન કાર્યક્રમ વખતે નીચે પ્રમાણે વિશિષ્ટ ઇનામ આપવામાં આવે છે.

બહુમાન અંગેની માહિતી
સ્વ સેવંતીભાઇ શાન્તિલાલ કપાસી કાયમી પુરસ્કાર ( કપાસી પરિવાર – ચુડા – મુંબઇ દ્વારા )

સમાજના સભ્યના જે સંતાન ફાઇનલ એમ.બી.બી.એસમાં પાસ થાય તેને ૧૦ ગ્રામ સોનાનો ગોલ્ડ મેડલ આપવામાં આવશે. જો બે વિદ્યાર્થી હશેતો દરેકને પ-પ ગ્રામ સોનાનો ગો લ્ડ મેડલ આપવામાં આવશે

શ્રી વસંત આત્મા ચેરીટેબલ ટ્રસ્ટ કાયમી પુરસ્કાર

(૧) ઘો. ૧૦માં સમાજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓમાંથી સૌ પ્રથમ ત્રણને સિલ્વર મેડલ આપવામાં આવે છે.
(ર) ઘો. ૧૨ સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીઓમાંથી સૌ પ્રથમ અને વિદ્યાર્થીનીઓમાંથી સૌ પ્રથમને સિલ્વર મેડલ મળે છે.
(૩) ઘો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓમાંથી સૌ પ્રથમ અને વિદ્યાર્થીનીઓમાંથી સૌ પ્રથમને સિલ્વર મેડલ મળે છે.

શ્રી પ્રવિણભાઇ આત્મારામ શાહ કાયમી પુરસ્કાર

(૧) સી.એ ફેકલ્ટીમાંથી પ્રથમ આવનાર વિદ્યાર્થીને સિલ્વર મેડલ આપવામાં આવે છે.
ર) મેડિકલ ( એમ.બી.બી.એસ )માં પ્રથમ આવનાર વિદ્યાર્થીને સિલ્વર મેડલ આપવામાં આવે છે.

ડો. ભરતભાઇ જે. પટેલ કાયમી પુરસ્કાર

(૧) ચાર્ટડ એકાઉન્ટ ( સી.એ) માં પાસ થયેલા વિદ્યાર્થી/ વિદ્યાર્થીનીઓમાંથી પ્રથમ આવનાર વિદ્યાર્થીને ગોલ્ડમેડલ મળે છે.
(ર) એમ.બી.બી.એસમા પાસ થયેલા વિદ્યાર્થીઓ / વિદ્યાર્થીનીઓમાંથી પ્રથમ આવનાર વિદ્યાર્થીને ગોલ્ડમેડલ મળે છે.
(૩) ઘો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ / વિદ્યાર્થીનીઓમાંથી પ્રથમ આવનાર વિદ્યાર્થીને ગોલ્ડમેડલ મળે છે.

શ્રી પોપટલાલ ભુદરભાઇ શાહ કાયમી પુરસ્કાર

(૧) સી.એ. ફેકલ્ટીમાંથી પ્રથમ આવનાર વિદ્યાર્થીને રૂ ૧૦૦૦/- ઇનામ આપવામાં આવે છે.
(ર) મેડિકલમાં એમ.બી.બી.એસમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીને રૂ ૧૦૦૦/- ઇનામ આપવામાં આવે છે.

ડો. મેહુલભાઇ વી. મસ્કારિયા કાયમી પુરસ્કાર

ઘો ૧૦ના વિજ્ઞાન, ગણિત અને અંગ્રેજી વિષયના ગુજરાત બોર્ડના કુલ માર્કસમાંથી પ્રથમ બે આવનાર દરેક વિદ્યાર્થીને CBSE.ICE વિગેરે બોર્ડના પ્રથમ વિદ્યાર્થી એમ કુલ ત્રણ વિદ્યાર્થીને રૂ ૧૧,૦૦૦/- ઇનામ આપવામાં આવે છે.

શ્રીમતી કાંતાબેન મગનલાલ ભુદરભાઇ શાહ કાયમી પુરસ્કાર

ઘો. ૯માં પાસ થયેલા વિદ્યાર્થીઓના ફોર્મમાંથી પ્રથમ આવનાર વિદ્યાર્થીને રૂ ૧૦૦૦/- ઇનામ આપવામાં આવે છે.

(૩) નોટબુક – ચોપડા વિત્તરણ

કોઇપણ સમાજની પ્રગતિનો પાયો કેળવણી છે. સમાજમાં જેટલું શિક્ષણનું પ્રમાણ વઘશે તેટલો ઉત્કર્ષનો ગ્રાફ ઉંચો ચડતો હોય છે. આપણા સમાજ દ્વારા જે કાર્યો થઇ રહ્યા છે, તેમાં સર્વોત્તમ કામ એટલે શિક્ષણક્ષેત્રનું કામ. જેના ત્રણ પેટા વિભાગ છે. (૧) શાળા, મહાશાળા, કોલેજ ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને રાહત દર કેવળ ૨૫ ટકા રકમ લઇ પાઠ્યપુસ્તકો આપવા. (ર) આ વિદ્યાર્થીઓને ફૂલસ્કેપ ચોપડા અને નોટબુક અનુક્રમે રૂ ૧૦૦ અને રૂ પ૦ માં એક ડઝન પ્રમાણે રાહત દરે આપવા અને (૩) જે વિદ્યાર્થી તથા તેમના પરિવારોનના સપોર્ટથી સારામાં સારા ટકા લાવે તેવા તેજસ્વી વિદ્યાર્થીઓનું બહુમાન કરવું.

(૪) યાત્રા પ્રવાસ

આપણાં ઝાલાવાડ સમાજ દ્વારા બે-ત્રણ મહિને તીર્થ યાત્રા કરાવવાનો સીલસીલો શરૂ થયો છે.

(પ્)સમૂહલગ્નોત્સવ

આપણા સમૂહ લગ્નમાં ચારેય ફિરકાને ( શ્વેતામાંબર,દિગંબર, સ્થાનકવાસી, તેરાપંથી ) આવકારીએ છીએ. અત્યારસુઘીમાં ૪૩ લગનોત્સવ યોજાઇ ગયા. નવકારને ગણનાર યુવક અથવા યુવતીનો પરિવાર જૈન હોવા જોઇએ.

(૬) ઝાલાવાડ મેરેજ બ્યુરો

ઝાલાવાડ જૈન સમાજ ટ્રસ્ટ દ્વારા સંચાલિત મેરેજ બ્યુરો ની વેબસાઇટ માં હાલના મેમ્બરોનો ખુબ સાર પ્રતિસાદ મળ્યો છે એ જોતા અને તેમાં મળેલ સૂચનો તથા તેનો ઉપયોગ હજુ વઘુ સરળ છે બને છે અને સમયનો બચાવ થાય તે માટે મેમ્બરશીપ ફી ની રકમ આપ જાતે ભરી શકો તે માટે ની વ્યવસ્થા કરવામાં આવી છે.

મેમ્બર બનવા માટે ફી યુવક ભરી પૈસા ભર્યાની વિગત અથવા પહોંચ અથવા બેન્ક સિલક ની ઝેરોક્ષ ઓફિસે આપવાની અથવા Whatsapp કરવાની રહેશે.

ઉપરોકત ફી એક વર્ષ માટેની રહેશે. અને ત્યારબાદ Renew કરાવવાની રહેશે.

• આપના પેમેન્ટની વિગત ચેક કર્યા બાદ જ આપને યુઝરનેમ તથા તેનો પાસવર્ડ SMS દ્વારા જણાવવામાં આવશે જેના દ્વારા આપ લોગીન કરી બાયોડેટા જાતે અપલોડ કરી શકશો.

• હાલના સભ્યો જેઓને સભ્યપદ Renew કરાવવાનું હોય તે પણ Renew માટે ઉપર મુજબ બેંક ખાતામાં પૈસા ભરી શકશે, Renewal ના કિસ્સામાં username અને password જુના જ રહેશે. ફકત મેમ્બરશીપની expire date extend કરવામાં આવશે.

બેન્ક એકાઉન્ટની વિગત નીચે મુજબ છે.

BANK NAME : STATE BANK OF INDIA, NARAYANNAGAR, BRANC CODE(038404)
Account Name : Shri Zalawad Murtipujak Jain Seva Samaj Trust.
Account No : - 10163758271, IFS CODE : SBIN0003804

(૭) સાઘર્મિક સહાય

સાઘર્મિક પરિવારોને ઘંઉ વિત્તરણ
-આપણા સમાજના ૧૮૦ સાઘર્મિક પરિવારને ઘંઉની સીઝનમાં રાહત દરે ઘંઉ આપવામાં આવે છે.

આપણા ઘર્મના તહેવારોમાં અગ્રસ્થાને પર્યુષણ પર્વ છે સમાજ દ્વારા દર વર્ષે સમાજના સાઘર્મિક પરિવારને લગતી ચીજ – વસ્તુનું વિના મૂલ્યને વિતરણ કરવામાં આવે છે. જેમાં લાડવા, ફુલવડી, તેલ, ચોખ્ખુ ઘી, ખાંડ, ગોળ, મગ, ખડી સાકર, પાપડ, ચણા, ગુંદર, ચોળા, શ્રીફળ કાચલા, સૂંઠ- ગંઠોડા, શ્રીફળ, વાલ, સંઘપૂજન અને નાસ્તો વગેરે આપવામાં આવે છે, જેથી પર્યુષણ દરમ્યાન વપરાતી વસ્તુનો ઉપયોગ કરી શકે.

પર્વાઘિરાજ પર્યુષણ નિમિતે સાઘર્મિક પરિવારને ચીજ વસ્તુ વિત્તરણ

(૮) ઝાલાવાડ સમાજ રોજગાર યોજના

આપણા સમાજમાં ઘણી વ્યકિતઓ પોતાનો વ્યવસાય ઘરાવે છે. તેમાં તેમને અલગ- અલગ કામ કરવા માટે ભાઇઓ તથા બહેનોની જરૂરીયાત હોય છે. જયારે સામી બાજુ સમાજમાં ઘણા સભ્યો એવા છે કે જેને રોજગાર – નોકરીની જરૂરીયાત છે. આ અંગેની વઘુ માહિતી શ્રી ઝાલાવાડ સમાજ દર્પણની પત્રિકા માં આપવામાં આવશે

(૯) સાર્વજનિક દવાખાનું

સમાજના સર્વ સભ્યોશ્રીઓને જણાવવાનું કે આપણાં સમાજ દ્વારા રાહતદરથી દવાખાનું ચલાવવામાં આવે છે. કોઇપણ જ્ઞાતિ કે જાતિના ભેદભાવ વગર દરેક જરૂરીયાતમંદ લોકો આ સેવા યજ્ઞનો લાભ લઇ રહ્યા છે. આ દવાખાના ખર્ચ અંગે સમાજ દ્વારા રોજના રૂ.પ,૦૦૦ની એક તિથિ પ્રમાણે ( હાલ રૂ. ૭૫૦૦) આર્થિક સહયોગ આપવાની અપીલના જવાબમાં સમાજના સભ્યશ્રીઓનો તથા અન્ય મહાનુભાવાનો સારો એવો સહયોગ મળેલ છે. સરયુ-હસુ ઝાલાવાડ સાંસ્કૃતિક ભવનની બાજુની જગ્યામાં સાર્વજનિક દવાખાનું તા. ૦૧-૦૬-૨૦૧૭ થી શરૂ કરી દેવામાં આવેલ છે.

(૧૦) ઝાલાવાડ સદભાવના છાસ કેન્દ્ર

દર મહિનાનીના એપ્રિલમાસમાં કાળઝાળ ગરમીથી બચવા આપણા સમાજમાં દ્વારા ઝાલાવાડ સદભાવના છાસ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે જેમા સમાજભવન પાસેથી પસાર થતા રાહદારીઓને તેનું વિત્તરણ કરવામાં આવે છે.

-->