કારોબારી સીમિતી

ક્રમ નામ હોદ્દો
શ્રીમતી સીમાબેન શાહ પ્રમુખ
શ્રીમતી ભામિનીબેન બાવિશી ઉપપ્રમુખ
શ્રીમતી શોભાબેન નારીચાણિયા મંત્રી
શ્રીમતી લીનાબેન શાહ મંત્રી
શ્રીમતી રેખાબેન શાહ ખચાનચી


મહિલા મંડળની બહેનોને તા. ૧૮-૦૯-૨૦૧૯ ને બુધવારના રોજ બપોરે ૨-૦૦ કલાકે ફન વિથ હાઉસી એન્ડ સરપ્રાઈઝ ગેમ તથા બહેનોએ કરેલ તપશ્ચર્યાની અનુમોદના કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ. સૌપ્રથમ ૩ નવકાર મત્રના સ્મરણ સાથે શરૂઆત કરવામાં આવી. મંડળની તપસ્વી બહેનોની અનુમોદના સુ.શ્રી રાજશ્રીબહેને સુંદર તપશ્ચર્યા ગીત ગાઈને કરેલ. તપશ્ચર્યાની સ્લોગન સાથે બહેનોને વંદન પાઠવવામાં આવેલ. મંડળના પ્રમુખ સુ.શ્રી સીમાબહેને મંડળ વતી દરેક બહેનોને મિચ્છામી દુક્કડમ્ પાઠવેલ. મંડળના મંત્રી સુ. શ્રી લીનાબહેન અને કારોબારી સભ્ય મીનાબહેને બહેનોને હાઉસી રમાડેલ. નિયમ પ્રમાણે વિજેતા બહેનો જાહેર કરેલ. મંડળના ઉપપ્રમુખ ભામિનીબહેને – Affimation Bingo – ફન વિથ હાઉસી રમાડેલ. જે તદ્દન નવી અને જુદી હતી. તેમાં બહેનોને ખૂબ જ મઝા આવી. બીજી સરપ્રાઈઝ ગેમ રમાડેલ. જે પણ આનંદદાયક હતી. બંનેમાં વિજેતા બહેનોના નામ જાહેર કરવામાં આવેલ. દરેક રમતમાં વિજેતા થયેલ બહેનોને રોકડ ઈનામ આપવામાં આવ્યાં.